Saturday, 26 October 2013

Monday, 21 October 2013
























Jay  Dariyalal Dada..................................................











Wednesday, 16 October 2013

Jay Dariyalal Dada



ઝૂલેલાલને અમરલાલસાંઈ, ઉડેરોલાલ, દરિયા શાહ, વરુણદેવ, જિન્દહ પીર, ઝૂલણ સાંઈના નામે ઓળખવામાં આવે છે, જે પુજારા પરીવારના ઇષ્ટદેવ છે. સિંધી સમાજની એકતા તેમજ ભાઈચારાના પ્રતીક ‘સિંધીયત જો ડીંહું (દિવસ) ચેટીચંડ’. દરેક જાતિ, સમાજ અને કોમની ઓળખ તેમની સાહિત્યકળા, સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરા તથા રીતિ-રિવાજૉથી થાય છે.

આશરે એક હજાર ચાલીસ વર્ષ અગાઉ સિંધ પ્રદેશમાં ‘ભીરખશાહ’ નામે બાદશાહ પોતાની પ્રજા ઉપર જૉરજબરદસ્તીથી પોતાનો ધર્મ અપનાવવા જુલમ-અત્યાચાર કરતો હતો. તેથી તે વખતે સિંધીઓનું અસ્તિત્વ ખતરામાં હતું. બાદશાહના અત્યાચારોમાંથી મુકિત પામવા બધા સિંધીઓ ‘સિંધુ નદી’ના કિનારે એકઠા થયા અને ‘વરુણદેવ’ અર્થાત્ ‘જળદેવતા’ને બાદશાહના જુલમોથી છોડાવવા અને ધર્મનો જયજયકાર કરવા પ્રાર્થના અર્ચના કરી.

સાતમા દિવસે રાત્રે સિંધુ નદીની લહેરો વરચે ‘સંત ઉડેરોલાલ’ના સ્વરૂપ પલ્લે (મરછ) ઉપર સવાર થઈ પ્રકટ થયા. તે વખતે આકાશવાણી થઈ કે, ‘હે મારા પ્રિયજન ભકતો હું તમારા ઉપર થતા અત્યાચારો દૂર કરવા તથા હિન્દુ ધર્મની રક્ષા કરવા ‘વરુણદેવ સ્વરૂપે નસરપુરના રહેવાસી ભાઈ રતનરાયના ધેર જન્મ લઈને આવીશ. આકાશવાણી પૂરી થતાં જ વરુણદેવતા તે સિંધુ નદીમાં જ અદૃશ્ય થઈ ગયા.

વિક્રમ સંવત એક હજાર સાતમાં ચૈત્રના બીજા શુક્રવાર (થારું)ના રોજ ભાઈ રતનરાયના ધેર એક સુંદર અને ચમત્કારી બાળકનો જન્મ થયો. આમ જનતા ઘણી ખુશ થઈ અને બાળકના જન્મની ખુશીઓ જવવા લાગી. બીજી બાજુ જયારે આવા ચમત્કારી બાળકના જન્મની જાણ બાદશાહને થઈ ત્યારે તે બાળકને રતનરાયના ઘરેથી લઈ આવવા સિપાહીઓ સાથે એક મંત્રીને મોકલ્યા અને ભાઈ રતનરાયના ઘરે આવી જયાં બાળકને ઉઠાવવા લાગ્યા અને આગળ વઘ્યા તે વખતે તેઓ પાછળ પાંચ કદમ દૂર જઈને પૃથ્વી ઉપર પડી ગયા. મંત્રી તે બાળકને એક ચમત્કારી સિંહાસન ઉપર બિરાજમાન થયેલ જૉઈ ભયભીત થયા અને સિપાહીઓને સાથે લઈ બાદશાહ પાસે પાછા આવ્યા અને આવીને આખી હકીકત કહી સંભળાવી.

બાદશાહ પણ આ વાત સાંભળી ડરી ગયા, પરંતુ અભિમાનવશ થઈ તે બાળકને પકડી લાવવા હુકમ કર્યો, સિપાહીઓ તે બાળકને પકડે તે પહેલાં ‘વરુણદેવતા’, ‘ઝૂલણસાંઈ’ને ક્રોધ આવ્યો, અને ક્રોધરૂપી ભગવાન ઝૂલેલાલાનો ક્રોધ અગ્નિમાં પરિવર્તિત થયો અને બાદશાહનો મહેલ આગમાં બળવા લાગ્યો. અગ્નિએ રુદ્રરૂપ ધારણ કરી આખા શહેરને બાનમાં લીધું. આ જૉઈ બાદશાહ ગભરાયો અને ‘ઝૂલણસાંઈ’, ‘ઝૂલેલાલા’, ‘લાલાસાંઈ’ આગળ પોતાનું માથું ઝુકાવ્યું અને માફી માંગી. તેથી ભગવાન ઝૂલેલાલ સાંઈએ અગ્નિદેવતા અને તોફાનને પોતાની શકિતથી રોકી દીધાં.

પછી ભીરખશાહ બાદશાહે તે જગ્યાએ એક પવિત્ર મંદિરનું નિર્માણ કરાવ્યું અને તે મંદિરને ‘જિન્દહપીર’નું નામ આપ્યું. તે મંદિર આજે પણ હિન્દુ અને મુસલમાનોનું એક તીર્થસ્થાન છે. ઝૂલેલાલને અમરલાલસાંઈ, ઉડેરોલાલ, દરિયા શાહ, વરુણદેવ, જિન્દહ પીર, ઝૂલણસાંઈના નામે ઓળખવામાં આવે છે, જે આપણા સિંધીઓના ઇષ્ટદેવ છે. વળી, એકતા ભાઈચારાના પ્રતીક પણ છે. ઝૂલણસાંઈના જન્મદિવસને ‘સિંધીપત જૉ ડીં હું’ અને ‘ચેટીચંડ’ તરીકે જવાય છે.       






Tuesday, 15 October 2013

Saturday, 12 October 2013

Dasera
















     બધા મિત્રોને દશેરાની ખુબ ખુબ શુભકામના...
     રાવણ દહનની સાથે આજના માનવીમાં આવેલા ,
     રાવણ જેવા વિચારોનું પણ દહન થાય તેવી પ્રાર્થના.
                                                      

Monday, 7 October 2013



                                          Jay  Dariyalal dada............